ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર રહે.એકતા સોસાયટી, રામદેવનગર,શિહોર જી.ભાવનગરવાળો પોતાના રહેણાંક મકાને આવેલ હોવાની માહિતી આધારે તેનાં રહેણાંક મકાને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ જઇ આરોપીની તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી જેન્તીભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.એકતા સોસાયટી,રામદેવનગર,શિહોર જી.ભાવનગર*વાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.જે અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
