ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીની સ્થાપના
1997-98 માં કરવામાં આવી હતી અને દરેક GISFS
ના જવાનોને ગુજરાતનાં પોલીસ ટ્રેનીગ સેન્ટરોમાં SRP
ગ્રુપમાં PTC જુનાગઢ જેવા પોલીસ ટ્રેનીંગ સેન્ટરોમાં
તાલીમ આપવામાં આવેલ અને પોલીસ વડા દ્વારા તાલીમ
પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા.આ ભરતી ગુજરાતનાં
દરેક પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવી હતી અને તાલીમ
બાદ સિક્યુરિટી ગાર્ડને રૂપિયા 1800 અને સિક્યુરિટી -
સબ ઇન્સ્પેકટર 2200 ફિક્ષ પગારથી ગુજરાતની સરકારી
કચેરીઓમાં નોકરી આપવામાં આવી હતી. આ સંસ્થાના ચેરમેન તરીકે IPS કક્ષાના અધિકારી એટલે
ગૃહ સચિવને નિમાયા છે અને ગવર્નંગ બોડીમાં ( 1 )
IAS નાણાં સચિવ ( 2 ) IAS ઉદ્યોગ સચિવ ( 3 ) IPS
હોમગાર્ડ કમાન્ડર ગુજરાત, ગુજરાતના IAS અને IPS આ
સોસાયટીના સભ્યો છે. ગૃહ વિભાગ દ્વારા સરકારી ઈનોવા
બોલેરા - ટાવેરા - સરકારી મોટર - સાઈકલો GISFS
સંસ્થાને ફાળવવામાં આવી છે અને આ સંસ્થાના CEO
તરીકે નિવૃત IPS અધિકારીને મુકાવવામાં આવ્યા છે GISFS
ના જવાનોને હાલ ગુજરાત વિધાનસભા નવા - સચિવાલય
જૂના - સચિવાલય ગુજરાતની તમામ RTO કચેરીઓ,
ગુજરાત મેરીટાઇમ બોર્ડ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, GPSC
કચેરી ગુજરાતની તમામ સરકારી ઈજનેરી કોલેજો સમાજ
- કલ્યાણ વિભાગની આદર્શનિવાસી શાળાઓ, સરકારી
લાયબ્રેરીઓ અમરેલી એર - પોર્ટ આમ ગુજરાતની સરકારી
કચેરીઓમાં સુરક્ષાની જવાબદારી નિભાવે છે GISFS
ની ભરતી પોલીસ ની ભારતીના નિયમ મુજબ કરવામાં
આવી હતી 1997-98 બાદ પોલીસ વેઈટીંગ - રક્ષાશક્તિ
યુનિવર્સિટીમાં તાલીમ પામેલા લોકોને GISFS માં ભરતી
કરવામાં આવ્યા છે. GISFS ના જવાનોને સરકારી કચેરીઓમાંથી 23000
જેવુ બિલ આપવામાં આવે છે . જેમાંથી સિક્યુરિટી ગાર્ડના
એકાઉન્ટમાં 11200 જમા થાય છે અને સિક્યુરિટી -
સબ - ઇન્સ્પેકટરનું બિલ 28000 જેવુ બને છે અને તેના
એકાઉન્ટમાં 13400 જમા થાય છે . GISFS સંસ્થાના
CEO તરીકે નિવૃત નહી ચાલુ IPS અધિકારીની નિમણૂક
કરવામાં આવે . 4 વર્ષ 2011 થી વર્ષ 2022 સુધી GISFS
ઓફિસ દ્વારા જેટલી ભરતી કરવામાં આવી તે તમામ
સિક્યુરિટી ગાર્ડના પ્રમાણ પત્રો વેરિફિકેશન કરાવી ખોટી રીતે
ભરતી થયેલા લોકો ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવે.
1997માં GISFSની જેમ શિક્ષણ વિભાગમાં બાલ - ગુરુ
યોજના અંતર્ગત ફિક્સ પગારમાં ભરતી કરવામાં આવેલ તે
લોકોને હાલ ગુજરાત સરકારના કર્મચારી ગણવામાં આવે
છે. તેમ GISFSના જવાનોને ગુજરાત સરકારના કર્મચારી
ગણવામાં આવે તેના જેટલો પગાર આપવામાં આવે .
2005નો પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ નાબૂદ કરવામાં આવે .
મહારાષ્ટ્ર ની MISFS ને સરકાર ખાસ દરજો આપ્યો છે
તેમ ગુજરાત સરકાર GISFS ને MISFS ની પેટર્ન મુજબ
બનાવે, GISFSના જવાનોને ગુજરાત સરકારના વર્ગ -૩
આપવામાં આવે, ભાવનગર ખાતે દિલ્લીના મુખ્યમંત્રી
કેજરીવાલની સભા હતી તેમાં GISFS ના ગાર્ડ માવજીભાઈ
સરવૈયાએ તમામ ગુજરાતનાં GISFS ના પડતર પ્રશ્નો
બાબતે રજૂઆત કરતાં તેઓને GISFS ની ઓફિસ દ્વારા ભાવનગરથી જીલ્લા બહાર બનાસકાંઠા બદલી કરેલ છે
તેમના અવાજને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેમની બદલી અટકાવી પુન : તેમની મૂળ જગ્યાએ હાજર
લેવાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ