ચીકદા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરતી દેડયાપાડા પોલીસ

એમ એસ ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ એ જિલ્લામાં દારૂ અને જુગારના દુષણને ડામવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર એ ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે ચિકદા ગામે એક આરોપી ચોરીછૂપીથી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોએ ગામે રહેતા કલ્પેશભાઈ ગોનજીભાઈ વસાવા ના રહેણાંક ઘરમાં પ્રોહીબ્યુશન અંગે રેડ કરતાં ઘરના પાછળના ભાગેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાઇ આવ્યો

ડેડીયાપાડા પોલીસે ભારતીય બનાવટના પ્લાસ્ટિકના ઈંગ્લીશ દારૂના વિસકી ના કોટરીયા 180 ML ના નંગ 12 કિંમત રૂપિયા 1200 / તથા કિંગ ફિસર 500 ML ના બિયર ના નંગ 14 કિંમત રૂપિયા 1400 તથા દેશી દારૂ સોફ્ટ 90 ML ના નંગ 23 કિંમત 1150 મળી કુલ 3750 ના મુદ્દામાલ કબજે કરી દે આરોપી કલ્પેશભાઈ ગોનજીભાઇ વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે