પાવીજેતપુર, તા.૩૧     

          પ્રાપ્ત માહિતી અનુસાર તા,૩૦ નાં રોજ રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યા ની આસપાસ પાવીજેતપુર ના નાની રાસલી ગામે એક તબેલામાં ૧૬ જેટલા ખાનદાની નબીરાઓ જુગાર રમતા હતા. તે સમયે પાવીજેતપુર પીએસઆઈ સહિતની ટીમે ત્યાં રેડ પાડી ૧૬ લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરી એમની પાસે થી રૂપિયા ૫.૫૧ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માં આવી હતી