અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 410 કરોડની 'બ્રહ્માસ્ત્ર' પહેલા દિવસથી જ કમાણી મામલે રેકોર્ડ બનાવી રહી છે. 

કોરોના મહામારી પછી આ પહેલી હિન્દી ફિલ્મ છે, જે માત્ર બે દિવસમાં કમાણીના મામલે આ લેવલ સુધી પહોંચી છે. ભૂલ ભુલૈયા-2નું ઓવરઓલ કલેક્શન 266.88 કરોડ રહ્યું છે.

શુક્રવાર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર'એ પહેલા દિવસે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ઇન્ડિયામાં 35 કરોડનું કલેક્શન કર્યું છે. 

ગ્લોબલ બિઝનેસ ગ્રોસ 75 કરોડ રૂપિયાનો રહ્યો છે. તો બીજી દિવસે એટલે કે શનિવારે ફિલ્મે વધુ 85 કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે કલેક્શન 160 કરોડથી વધી ગયું છે. 

અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 410 કરોડની 'બ્રહ્માસ્ત્ર'એ 36 કરોડની કમાણી કરી છે. રણબીરની છેલ્લે રિલીઝ થયેલી છ ફિલ્મમાંથી 'બ્રહ્માસ્ત્ર' પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 

આ ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, મૌની રોય મહત્ત્વના રોલમાં છે.

તે જ સમયે, ટ્રેડ પંડિતોના જણાવ્યા અનુસાર, ફિલ્મ તેના વીકએન્ડના અંતે 250 કરોડ સુધીનું કલેક્શન કરી લેશે.

ઓપનિંગ ડે માટે 'બ્રહ્માસ્ત્ર'ની અંદાજે 11 કરોડ ટિકિટ વેચાઈ હતી. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. 

ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.