રૂપાખેડા ગામે ઝાલોદ તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિશુલ્ક મોનસુન મેડિકલ કેમ્પ યોજાયો.
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે ઝાલોદ તાલુકા ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા નિશુલ્ક મોનસુન મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા કેમ્પમાં આવેલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
રૂપાખેડા ગામના અને ઝાલોદ તાલુકાના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો