ભાજપ સરકાર દ્વારા ગુજરાતના દરેક પ્રાંતમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ મંત્ર સાથે વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 12 સપ્ટેમ્બરને સોમવારે ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, સાંસદ રમેશ ધડુક, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, ગોંડલ નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી સહિતના આગેવાનો હાજર રહેશે. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રભારી બનાવ્યા બાદ આ તેમની પ્રથમ ગોંડલ યાત્રા હશે પ્રવાસ પર બધાની નજર રહેશે. કાર્યક્રમમાં સરકારનો 20 વર્ષના વિકાસની ગાથા લોકો સુધી પહોંચાડવાનો છે.