ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ શાળાઓએ સારી ટકાવારી મેળવી બાળકોએ પોતાની શાળાનું,ગામનું,પરિવારનું નામ રોશન કર્યું છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ખાતે આવેલ શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી નું ઝળહળતું પરિણામ જોવા મળ્યું છે જેમાં ધોરણ ૧૦ માં ૬૬ ટકા તેમજ ધો.૧૨ માં ૭૬ ટકા પરિણામ જોવા મળ્યું છે. વાત કરીએ તો ધો ૧૦ માં પ્રથમ પાંચ ક્રમે આવેલ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે પરમાર નિકિતાબેન નિલેશભાઈ(80.66% PR-93.43,,બીજા નંબરે સોલંકી રાહુલકુમાર અનારજી(76.33% PR-89.18,ત્રીજા નંબરે ચૌધરી કરીનાબેન ભેમાભાઈ(74.66% PR-87.26),,ચોથા નંબરે સોલંકી વિદેશકુમાર શંભુજી(72.33% PR-84.34,,પાંચમા નંબરે ઠાકોર રામસિંગ દશરથજી(69.83% PR-80.83) તેમજ ધો ૧૨
ધોરણ-12 માં પ્રથમ પાંચ ક્રમે આવેલ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે - મકવાણા માયાબેન દિનેશભાઈ(83.71% PR-97.67),બીજા નંબરે પોરધિયા મુક્તાબેન બીપીનભાઈ(80.42% PR-95.77),,ત્રીજા નંબરે પરમાર આશાબેન ડુંગરાભાઈ(80.14% PR-95.57),,ચોથા નંબરે પરમાર પાર્થકુમાર ચંદુભાઈ(77.71 PR-93.67,,પાંચમાં નંબરે નાઈ પ્રિયાબેન ભલાભાઈ(75.28% PR-91.43 સાથે તમામ બાળકો એ શાળા નું નામ રોશન કર્યું છે. શાળા ના પ્રમુખ તેમજ આચાર્ય સહિત શાળાના શિક્ષક ગણ તેમજ શાળા પરિવારે તમામ બાળકોને અભિનંદન આપ્યા હતા....