આવાસના ઘર બાબતે ઝગડો કરી લાકડી વડે મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના ફરિયાદી જશીબેન કાલિદાસ વસાવા નાઓ ને આ કામના આરોપી (1) મનુભાઈ વેચાણભાઈ મસાવા (2) રમેશભાઈ વેચાણભાઈ વસાવા (3) મીનાબેન રમેશભાઈ વસાવા રહે ધમરાચા તાલુકો નાંદોદ નાઓએ ફરિયાદી બહેન સાથે આવાસ ના ઘર બાબતે ઝઘડો તકરાર કરી ફરિયાદી જશીબેન વસાવાને લાકડી વડે હુમલો કરી લાકડી ના સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને એકબીજાની મદદગારી કરી હોવાની ઘટના બનતાં આ કામના ફરિયાદી જશીબેન વસાવા એ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપળા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે