આજના દિવસે પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃઓને તીર્થ શ્રાદ્ધનું ફળ મળે છે, આજે 14 સપ્ટેમ્બરના રોજ એટલે આજે આ શુભ સમય સવારે લગભગ 11:26 થી 12:34 સુધી રહેશે. આજે ભરણી નક્ષત્ર સવારે 6-58થી શરૂ થશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દર વર્ષે પિતૃ પક્ષમાં વિવિધ તિથિઓ સાથે જ ભરણી નક્ષત્રનો સંયોગ બને છે.

પિતૃઓના પર્વમાં ભરણી શ્રાદ્ધને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અગ્નિ અને ગરૂડ પુરાણ પ્રમાણે આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાથી તેમને તીર્થ શ્રાદ્ધનું ફળ અને સદગતિ મળે છે. ભરણી નક્ષત્રમાં કરવામાં આવેલાં શ્રાદ્ધથી યમ પ્રસન્ન થાય છે. તેનાથી પિતૃઓ ઉપર યમની કૃપા રહે છે. જેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.