મોશકુવા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારતા એક નું ઘટના સ્થળે થયું મોત મળતી માહિતી અનુસાર એ આ કામના ફરિયાદી ઇશ્વરભાઇ લકડીયાભાઈ વસાવા રહે સેજપુર બેઝ ફરયું તાલુકો ડેડીયાપાડાના 40 વર્ષીય દીકરો હર્ષદભાઈ ઇશ્વરભાઇ વસાવા નાઓ પોતાની મોટરસાયકલ નંબર GJ 22 M 9924 નંબરની મોટરસાયકલ લઈને કોઈ કામ અર્થે દેડયાપાડા થિ નેત્રંગ તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન ડેડીયાપાડા થી નેત્રંગ જતા મોસકુવા ગામના બસ સ્ટેન્ડ નજીક આવતા અચાનક કોઇ અજાણ્યા વાહનચાલકે હર્ષદભાઇ વસાવા ની મોટર સાઈકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં હર્ષદભાઈ વસાવા ને હાથના તથા પગના અને તથા માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે આ અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે હર્ષદભાઈ વસાવા ની મોટરસાઈકલને ટક્કર મારીને સ્થળ ઉપર થિ ફરાર થયો હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ દેડયાપાડા પોલીસને થતા પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે