ખંભાતના સોખડા ખાતે આવેલી ટેક્નિકેમ કંપનીમાં પાઇપલાઇન લીકેજ થતા ૫ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.ઇજગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ ઇજગ્રસ્તોની હાલત સ્ટેબલ જણાઈ છે.પોલીસે અકસ્માતે જાણવાજોગ ફરિયાદ તપાસ હાથ ધરી છે.પ્રદુષણ બોર્ડના અધિકારી દ્વારા પણ ટેક્નિકલ કંપનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત