ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સોમવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતીના આધારે જુનાડીસા શાંતિધામની નજીક રેડ કરતાં સાત જુગારીયાઓ જુગાર રમતાં ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.22.500 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસ.એમ.પટણીની ટીમ સાથે સોમવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે જુનાડીસા શાંતિધામની આસપાસ અનેક શખશો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે.
જે દરમિયાન જુનાડીસા ઓ.પી. જમાદાર ભરતભાઈ મોતીલાલ પુનડીયા તેમનો સ્ટાફ ત્યાં જતા જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.22.500 હજારનો મુદામાલ જપ્ત કરી (1) હીતેશકુમાર કિશનભાઈ કલાજી મોચી (2) જીતુભાઈ પોપટભાઈ છગનલાલ મોચી (3) દિનેશકુમાર માંગીલાલ રાવતાજી મોચી (4) ભરતભાઈ ધનરાજભાઈ જસાજી મોચી (5) રાણાભાઈ દેવચંદભાઈ જશાજી મોચી (6) ઓમપ્રકાશ મોતીલાલ પદમાજી મોચી (ગોહિલ) અને સતીષકુમાર બાબુલાલ પ્રતાપજી મોચી (તમામ રહે.ડીસા મોચીવાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.