ગુજરાતી ગીતો હવે એટલા સરસ અને મજ્જા ના બની રહ્યા છે કે આપણા બધા ના પ્લે લિસ્ટમાં આપણે એનો સમાવેશ કરીયે જ છીએ, આપણા ફોન માં, કાર માં, ઘર માં, લેપટોપ માં અને હૃદય માં પણ...એમ દરેક જગ્યા એ ગુજરાતી ગીતો એ સ્થાન લઇ લીધું છે ત્યારે હમણાં જ ફિલ્મ માધવ નું એક જોરદાર ગીત રિલીઝ થયું છે, 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લોકો એ આ ગીત ને એટલું પસંદ કર્યું છે કે યુ-ટયૂબ પર આ ગીત ને દોઢ મિલિયન લોકો એ રિલીઝ થયા ના માત્ર ૩ દિવસ માં જ જોઈ લીધું છે જે એક રેકૉર્ડ સમકક્ષ છે અને મને પણ આ ગીત ખરેખર અદભુત્ત લાગ્યું છે, 

સુપર સ્ટાર હિતુ કનોડિયા, પોલીસ ના રોલ માં આમાં આપણ ને જોમભેર ડાન્સ કરતા દેખાય છે અને એમની આંખો પણ ગીતના શબ્દોની સાથે સાથે ધારદાર લૂક્સ આપે છે, ગીત માં ભગવાન ગણેશજી કેન્દ્રસ્થાને છે અને એમની આસપાસ થતાં નૃત્ય, ઉડતા રંગો અને ચાલતા સમૂહ - ગાન અને સંગીત નાં દૃશ્યો ખૂબ જ સરસ રીતે શૂટ કરવા માં આવ્યા છે, 

આ શીર્ષક ગીત ના શબ્દો પાર્થ તારપરા એ એટલા પાવર-પેકડ લખ્યા છે કે ગીત સાંભળતા જ શરીરમાં જોશ નો સંચાર થાય છે અને આપોઆપ પગ થનગનાટ કરવા લાગે છે, કિર્તીદાન ગઢવીનો ઘેઘૂર જોશીલો અવાજ અને મેહુલ સુરતીનું નાચવા માટે મજબૂર કરતુ સંગીત આપણ ને ગીત વારંવાર સાંભળવા પ્રેરે છે, 

હિતુ કનોડિયા ને ઘણા સમય પછી આવી રીતે ડાન્સીન્ગ મૂવ્સ સાથે જોવા એક લ્હાવો છે, હિતુ કનોડિયા ના આ લૂક્સ અને મૂવ્સ માં દબંગ ની દબંગાઈ અને સિંઘમ ની બહાદુરી આપણ ને દેખાય છે, વિવેક ઠક્કર અને હેતલ ઠક્કર નાં નેજા હેઠળ બનેલા આ ગીત ની પ્રોડક્શન વેલ્યુ પણ ખૂબ ઊંચી છે અને અત્યાર સુધી નું એક મોટાપાયે બનાવવા માં આવેલું આ ગીત છે,જો તમારે પણ આ ગીત ને માણવું હોય તો અત્યારે જ નીચે આપેલી યુ-ટયૂબ લિંક ઉપર ક્લીક કરો, ફિલ્મ માધવ માટે લોકો અત્યાર થી જ ખુબ ઉત્સાહિત છે અને આવનાર ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ તમારી નજીક ના સિનેમાઘરો માં આ ગુજરાતી ફિલ્મ આવી રહી છે.

ગીત ની લિંક : - https://youtu.be/bDU4tpC696w