સિહોર નગરપાલિકા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંજૂર થયેલ રોસ્ટર મુજબ મંજુર થયેલ સેટઅપના પચાસ. ટકા સફાઈ કામદારોની જગ્યા ભરવાની સરકારે આપેલ મંજૂરી માં માત્ર ર૮ સફાઈ કામદારો ને ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ખરે ખર જે લોકો છેલ્લા રર રર વર્ષોથી સિહોર નગરપાલિકાના જુ વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાઓ સાફ સફાઈ કરતા દલિત સમાજ ના કામદારોની જગ્યા એ નગરપાલિકાના સત્તાધીશો ના રાષ્ટ્રીય મળતીયાઓ ને સફાઈ કામદારો તરીકે ઓર્ડર આપવામાં આવ્યા જે વ્યક્તિ ઓના નામો નગરપાલિકાના સિનિયોરીટી લિસ્ટમાં હતા જ નહી તેવા ભાજપના નગરસેવકો ના સગા સંબંધીઓ ને તે લોકો સફાઈ કામદારો તરીકે ક્યારેય કામ કર્યું ના હોય તેવા લોકો ને સફાઈ કામદારો તરીકે ઓડૅર આપવામાં આવ્યા આ બાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તારીખ ર૬/9/ર૦રર ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ના અંગત સચિવ શ્રી ને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી છેલ્લા રર-રર વર્ષથી ફીક્સ પગારમાં કામ કરતાં સફાઈ કામદારો ને કાયમી ઓડૅરો માં પણ પાંચ વર્ષે માટે ફિક્સ ના ઓર્ડરો મળ્યા આ તમામ સફાઈ કામદારો ને રરપ૦૦/ગુજરાત સરકાર ના કલાસ-૪ કમેંચારીઓ તરીકે ઓડર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી