કંકાણા પ્રાથમિક શાળામાં ટ્વીનીંગ એન્ડ પાર્ટનરશીપ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં દીવરાણા પ્રાથમિક શાળા કંકાણા પ્રાથમિક શાળા સાથે ટ્વીનીંગ પાર્ટનરશીપ ગોઠવવામાં આવી હતી ટ્વીનીંગ પાર્ટનરશીપ એટલે જોડાણ સાથે ભાગીદારી જેનો ધ્યેય બંને શાળાઓ એકબીજાને જાણે બંને શાળાઓના વિદ્યાર્થીઓ બીજી શાળાની મુલાકાત લે અને ત્યાં થતી પ્રવૃત્તિ વિશે માહિતગાર થાય એ છે . કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સભાથી કરવામાં આવી દૈનિક પ્રાર્થના સભાની જેમ પ્રાર્થના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કંકાણા શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો . શાળાના આચાર્યશ્રી દેવશીભાઈ દ્વારા પધારેલ સૌનું સ્વાગત કરવામાં આવ્યું , દીવરાણા શાળાના શિક્ષક વેજાભાઇ મૂછાળ , સી.આર.સી. મુકેશભાઈ ચાવડા , કાલેજ પે સેન્ટર શાળાના આચાર્યશ્રી રાજુભાઈ સુત્રેજાએ પ્રસંગ વિશેષ વાત કરી અને નારણભાઈ મકવાણા દ્વાર બાળગીત રજુ કર્યું . ધોરણ ૬ થી ૮ ના કંકાણા અને દીવરાણા શાળાના વિદ્યાર્થીઓ એ કંકાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલ જ્યાં શ્રીમાન ડૉક્ટર ગરીબા સાહેબ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણક્ષમ આહાર વિશેની વાત કરેલ અને આરોગ્ય સંબંધિત વિવિધ આરોગ્યલક્ષી ચિત્રો અને ચાર્ટ દ્વારા સુંદર બાળભોગ્ય ભાષામાં સમજણ આપી હતી . રીટાબેન દ્વારા સ્ટેપ વાઇસ હાથ ધોવાની પદ્ધતિ ચિત્ર દ્વારા સમજાવવામાં આવી હતી . અને તમામ વિદ્યાર્થીઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના જુદા જુદા વિભાગોની મુલાકાત લીધી હતી . બેંક મુલાકાત લેવામાં આવી હતી . જેમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કંકાણા ના મેનેજર શ્રી ટાંક સાહેબ દ્વારા બેંકની પ્રાથમિક માહિતીથી માંડીને ઓનલાઇન બેન્કિંગ સુવિધા ની જીણવટ ભરી માહિતી આપવામાં આવેલ . આમ બંને સંસ્થાઓની મુલાકાત બાદ શાળાના શાળાના ભોજનખંડમાં વિદ્યાર્થીઓ એ અલ્પાહાર લઇ શાળાના વર્ગખંડો માં ભાષાખંડમાં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણની માહીતી શાળાના ભાષા શિક્ષક શ્રી સુનીલભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી અને વિજ્ઞાનના સાધનોની સમજ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રામ સાહેબ દ્વારા આપવામાં આવેલ . તથા ટેલિસકોપનું નિદર્શન કરવામાં આવ્યું હતું , સામાજિક વિજ્ઞાનમાં શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ ચુડાસમા એ શાળાની બોલતી દીવાલો દ્વારા વિષય શિક્ષણની માહિતી આપી , આમ બંને શાળાના વિદ્યાર્થીઓ ને પરસ્પરની વાતો સાંભાળવા કહેવાનો સમય મળ્યો અને પરિચય કેળવ્યો . આ બાબતને ખરા અર્થમાં પીઅર લર્નિંગ સંકલ્પના સિદ્ધ કરવામાં આવી હતી . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી લશ્કરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ હોશે ભાગ લીધો હતો .. કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય , શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી . કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય દ્વારા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ના પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત રહ્યા
ખેડબ્રહ્મા તાલુકાની પઢારા-૨ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવમાં...
દાંતા તાલુકાના મંડાલી ગ્રુપ ગ્રામપંચાયતના મકાનના બાંધકામનું કાર્ય 6 માસ થી અધ્ધરતાલ
દાંતા તાલુકાના મંડાલી ગ્રુપ ગ્રામપંચાયતના મકાનના બાંધકામનું કાર્ય 6 માસ થી અધ્ધરતાલ
फिर दहली दिल्ली- एक घर के 4 लोगों का बेरहमी से कत्ल, बेटे ने ही कर दी हत्या!
दिल्ली से निकली श्रद्धा वॉल्कर मर्डर केस की कर्कश गूंज अभी तक लोगों को जहन से निकली भी नहीं थी कि...
મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૦૭ વિગેરે તથા હથિયારધારાનાં ગુન્હા-૦૨ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી તથા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હથિયારધારાનાં ગુન્હો મળી કુલ-૦૪ ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતાં કાર્ટીસ નં
મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો. કલમઃ-૩૦૭ વિગેરે તથા હથિયારધારાનાં કેસોમાં નાસતાં-ફરતાં...