પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામે રાત્રિ દરમિયાન પાવીજેતપુર પોલીસ દ્વારા ૬૯૦૦૦/- નો વિદેશી દારૂ તેમજ ૧,૪૦,૦૦૦/- ની ચાર બાઈકો મળી કુલ ૨,૦૯,૦૦૦/ ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

             પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસ ઇન્સ્પેક્ટર જેતાવત પોતાના સ્ટાફ સાથે રાત્રિ દરમિયાન મોટીબેજ ખાતે વાહન ચેકિંગમાં હતા તે સમયે બાતમી હકીકત મળી હતી કે કેટલાક ઈસમો પોતાની મોટરસાયકલો ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે ત્યારે મોટીબેજ ગામે રોડ ઉપર રાયપુર જવાના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે બાઈકો ઉપર આરોપીઓ આવતા તેઓને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ ૩૧૨ જેની કિંમત ૬૯૦૦૦/- તથા મોટરસાયકોલો ૪ જેની કિંમત રૂપિયા ૧,૪૦,૦૦૦/- મળી કુલ ₹૨,૦૯,૦૦૦/- ના મુદ્દા માલ સાથે અસુડાભાઈ વેરસ્યાભાઈ તોમર, કેનિયભાઈ મોહનીયભાઈ તોમર બંને રેહ. નાનીવડાઈ,તા. કઠીવાડા, જિ. અલીરાજપુર ના ઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

              પાવીજેતપુર પોલીસે આરોપીઓ પાસેથી મળેલી મોટરસાયકોલો બાબતે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા ચોરી ની મળેલી બઈકો બોડેલી પોલીસ સ્ટેશન, નેત્રંગ પોલીસ સ્ટેશન, કામરજ પોલીસ સ્ટેશન તથા રાજગઢ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના ગુનાઓ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ચારેય બાઈકો ની કિંમત ₹ ૧,૪૦,૦૦૦/- થતાં કુલ ૨,૦૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બંને આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.