સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યા આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવ! સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિધાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુસતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે