લો કોલેજ ગોધરા દ્વારા ગાંધી આશ્રમ ગોધરા ખાતે યુવા ચિંતન શિબિર યોજવામાં આવી

આજ રોજ પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા નાં nss યુનિટ દ્વારા ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી જેમાં કોલેજ પરિવાર માંથી આ મુલાકાત નાં કાર્યક્રમ કો. ડી ડૉ કૃપા જયસ્વાલ અને લો કોલેજ ગોધરા નાં અધ્યાપક ડૉ. અમિત મહેતા , ડૉ.અર્ચના યાદવ સાથે લો કોલેજ ગોધરાનાં nss યુનિટનાં સ્વયં સેવકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી જોડાયા હતા.Nss unit ના પ્રો.ઓફિસર ડૉ.સતીષ નાગર સર દ્વારા સુભેછા પાઠવવામાં આવી હતી. આ આશ્રમ ના ઈતિહાસ વિશે ગૃહપતિ કાંતિ ભાઈએ માહિતી આપી હતી.હરિજન સેવક સંઘ સંચાલિત 1917 માં પ્રથમ વખત 11 તારીખે શ્રી જવાહર લાલ નહેરુ , શ્રી સરદાર સાવરકર જેવા વીર સ્વાતંત્ર્ય સેનાની ઓ દ્વારા આ આશ્રમ માં પ્રવચન અને આઝાદીની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ આશ્રમ નું વાતાવરણ આપણા દેશ માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાની માટે એક અભૂતપૂર્વ અને અવિસ્મરણય યાદ છે તથા અહીંયા પંચમહાલ નાં આદિવાસી વિસ્તાર નાં નાના ભૂલકાં જે ગ્રામીણ ક્ષેત્રોમાં માંથી આવે છે તેઓ ને અહીંયા રહેવા જમવાની સગવડ પણ છે ખરેખર આ જગ્યા એક માત્ર જગ્યા નહિ પણ આપણા ઇતિહાસનું અવિસ્મરણીય અંગ છે તથા અહિયાં થી 1600 જેટલા બાળકો સારી જગ્યાં પર નોકરી કરી રહ્યા છે ખરેખર ગોધરા માટે આ ખુબજ ગર્વ ની બાબત છે કે ગાંધીજી જેવા આઝાદી નાં રત્નો 3 થી વધુ વાર અહીંયા આઇ ગયા છે .સમગ્ર આશ્રમ ની મુલાકાત અને કાર્યક્રમ ની યોજના અને માર્ગદર્શન લો કોલેજ ગોધરા નાં પ્રિન્સિપાલ ડૉ. અપૂર્વ પાઠક સર દ્વારા કરવામાં આવ્યું હતુ