સિહોર શહેરમાં ઘટાટોપ વાદળો છવાયા બાદ રાત્રિના 8/15 કલાક આસપાસ થી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે , અનરાધાર વરસાદથી રસ્તાઓમાં પાણી વહ્યા છે, જોરદાર વરસાદ ખાબકતા વાહનચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટી કરી હતી. ભારે પવન ફુંકાવાનો શરૂ થયો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો શરૂ થયો છે આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી લોકો ધ્રજી ઉઠ્યા છે. સિહોર સાથે પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના પ્રચંડ કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મળી છે પરંતુ વરસાદ હજુ શરૂ હોવાનું સહયોગી પવાર જણાવે છે