કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે “આઈ.ઓ.ટી. અને
એ.આર./વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ”
પર વોકેશનલ તાલીમ યોજાઇ ગયી. કૃષિ યુનિ.નાં કુલપતિ
ડૉ. ચોવટિયા, અને સંશોધન નિયામક ડો. મહેતાના
માર્ગદર્શન હેઠળ ઇન્ક્યુબેશન સેન્ટર ફોર એડ્વાન્સડ
ઈરીગેશન ટેકનોલોજીસ, જમીન અને જળ ઇજનેરી
વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા
વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ સ્માર્ટ વોટર મેનેજમેન્ટ” વિષય
પર પાંચ દિવસીય વોકેશનલ તાલીમનું આયોજન કરવામાં
આવ્યું હતું. તાલીમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સેન્સર્સ, આઈ.ઓ.
ટી., આરડ્યુનો પ્રોગ્રામિંગ, રાસબરીપાઈ, નેટવર્ક સેટ-અપ,
લોકલહોસ્ટ વેબ સર્વરનો ઉપયોગ કરીને કંટ્રોલ ડિવાઇસ,
હેન્ડ્સ ઓન AR/VR અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટથી
સંબંધિત અનેક IoT પ્રોજેક્ટ્સની રચનાનું મૂળભૂત જ્ઞાન
આવરી લેવાનો તેમજ તે જ્ઞાનનાં આધારે ખેડૂતોને સીધાજ
ઉપયોગી થાય તેવી ટેકનોલોજી પર ખેડૂતો સરળતાથી
સમજી અને વાપરી શકે તેવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ
બનાવીને રજૂ કર્યા હતા. તાલીમના સમાપન સમારંભના અધ્યક્ષ તરીકે પ્રો. નરેન્દ્રકુમાર
ગોન્ટિયા, આચાર્ય અને ડીન. કૃ.ઈ.ટે.કો., જુ.કૃ.યુ,
જુનાગઢ, મુખ્ય અતિથી તરીકે ડૉ. પી. રામાસુન્દરમ,
નેશનલ કો-ઓર્ડીનેટર, એન. એ. એચ ઈ.પી. આઈ.ડી.
પી. આઈ.સી.એ. આર. ઓનલાઈન માધ્યમથી તેમજ
અતિથી વિશેષ તરીકે ડૉ. પી.નંદા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
એ.આઈ.સી.આર.પી.આઈ.ડબલ્યુ.એમ., ભુવનેશ્વર
ઓનલાઈન માધ્યમ થી જોડાઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન
આપ્યું હતું. જળ અને જમીન ઇજનેરી વિભાગના પ્રાધ્યાપક
અને વડા ડો. એચ. ડી. રાંકે એ પ્રાસંગિક પ્રવચનમાં
સમગ્ર તાલીમ વિષે સર્વેને માહિતગાર કર્યા હતાં. ડૉ.પી.
રામાસુન્દરમ, નેશનલ કો-ઓર્ડીનેટર, એન.એ.એચ.ઈ.પી.,
આઈ.ડી. પી., આઈ.સી.એ.આર, એ પ્રાસંગિક પ્રવચનમાં
વિદ્યાર્થીઓએ પોતે મેળવેલાં જ્ઞાનનો ઉપયોગ ખેડૂત
ઉપયોગી, ઓછી ખર્ચાળ અને ગુણવતા સભર ટેકનોલોજી
વિકસાવે તેમ ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો. તેમજ
વિદ્યાર્થીઓ દ્વારા આ તાલીમના અંતે બનાવેલ 13 પ્રોજેક્ટની
સરાહના કરી હતી. ડૉ. પી. નંદા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એ.આઈ.સી.આર.પી.,
આઈ.ડબલ્યુ.એમ., ભુવનેશ્વરએ જણાવ્યું હતુ કે પાણી
અત્યંત મર્યાદિત અને મહત્વનું પ્રાકૃતિક સ્ત્રોત હોય છે.
તેનો ચોક્સાઈપૂર્વક ઉપયોગ થાય તે માટે આઈ.ઓ.ટી. અને
એ.આર.વી.આર. ના સમન્વિત ઉપયોગ પર ભાર મુક્યો
હતો કે તેનાથી વાતાવરણ બદલાવ સામે ખેતીને રક્ષણ આપી
શકાય. ડો. નરેન્દ્ર કુમાર ગોન્ટિયાએ વિદ્યાર્થીઓને તાલીમ
દરમ્યાનના તેમના પ્રયત્નો માટે બિરદાવ્યા હતા. તેમજ
હાલના સમયમાં આઈ.ઓ.ટી. અને એ.આર.વી.આર. જેવી
અતિઆધુનિક તકનીકોના સમન્વયથી કૃષિ ક્ષેત્રે તકનીકી
ક્રાંતિ લાવવા સ્વદેશી સેન્સર અને તકનીકો વિકસાવવા
વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. વોકેશનલ તાલીમના સમાપન
સમારંભમાં ડો.સોલંકી, ડો.વરુ, ડો.લખલાણી હાજર રહી
તાલીમાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહિત કર્યાં હતા.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ