ભાવનગરના સણોસરાના ખેડૂતો નવી પદ્ધતિ અપનાવતા થયા, વરસાદની વધઘટ સાથે મલ્ચિંગથી કરે છે મરચાની ખેતી કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તે માટે આ મલ્ચિંગની પદ્ધતિ અપનાવતાં થયાં છે કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. . . . . . . . . . . . . . . . . . . . . . . ..