ગત તારીખ ૧૦/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકામાં વાવાઝોડા અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે વેળાએ મોટીરેલપૂર્વ ગામે બપોર ના આશરે ત્રણ વાગ્યા ની આસ પાસ ખેડા ફળિયામાં ખેતરમાં અચાનક આકાશીય વીજળી ત્રાટકતા એક મૂંગા પશુ નું મોત નિપજ્યું હતું.... આકાશીય વીજળી ત્રાટકતા મોટીરેલપૂર્વના ખેડા ફળીયામાં રહેતા ભગોરા નાથાભાઇ મોતીભાઈ ના બળદનું મોત થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.