સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) હેઠળ 191 દેશોનો માનવ વિકાસ સૂચકાંક 2021 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતની સ્થિતિ સારી નથી. માનવ વિકાસ સૂચકાંક (HDI)માં ભારત 132માં ક્રમે છે. અગાઉ 2020માં ભારત આ મામલે એક સ્થાન આગળ એટલે કે 131મા ક્રમે હતું. જોકે, 2020માં 189 દેશોની યાદી શેર કરવામાં આવી હતી. વર્તમાન યાદીમાં ભારતનું ADI મૂલ્ય 0.6333 છે. આ માપદંડ અનુસાર, ભારત મધ્યમ માનવ વિકાસ શ્રેણીમાં છે. આ HDI મૂલ્ય 2020ના અહેવાલમાં તેના 0.645ના મૂલ્ય કરતાં ઓછું છે. 2019માં ભારતનું HDI મૂલ્ય 0.645 હતું, જે સરેરાશ વયમાં ઘટાડાને કારણે 2021માં ઘટીને 0.633 પર આવી ગયું. ભારતમાં સરેરાશ ઉંમર 69.7 વર્ષથી ઘટીને 67.2 વર્ષ થઈ ગઈ છે.
માનવ વિકાસ સૂચકાંકમાં ભારત નેપાળ અને પાકિસ્તાન સિવાયના અન્ય પડોશી દેશોથી પાછળ છે. આ યાદીમાં શ્રીલંકા 73મા સ્થાને છે.