રોટરી ક્લબ ઓફ કેમ્બે અને ઇનર વ્હીલ ક્લબ ઓફ કેમ્બે દ્વારા ખંભાતની જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ નાસ્તો કરાવવામાં આવ્યો હતો.જે દરમિયાન રોટરી ક્લબના પ્રમુખ દ્રુવીલ પરીખ, ઇનર વ્હીલના પ્રમુખ ડૉ. અનિતાબેન પટેલ, એડિટર નલિનીબેન પરીખ, રાકેશભાઈ પટેલ, તુષારભાઈ પરીખ, કેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.જનહિત સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ રાઠોડે આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત.