ભુજ, શનિવારઃ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૧૨ અને 3મી સપ્ટે.૨૦૨૨ના બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસેઆવી રહયા છે. તેઓ ૧૨મીએ સવારે ૧૦ કલાકે ભુજ ટાઉનહોલ મધ્યે રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારારાજયમાં શાળા/કોલેજ/યુનિવર્સિટીઓ ખાતે આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાંહાજરી આપશે. તા.૧૩મીએ સવારે ૧૦ કલાકે ટાઉનહોલ, ભુજ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લાકક્ષાના આયોજિતવિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.