ધોરાજીના જુના ઉપલેટા રોડ પર નેશનલ મીલ પાસે મોટા ખાડાઓ પડી ગયેલ છે. ચોમાસુ પુરું થઇ ગયું છતાં તંત્ર ધ્યાન આપતું નથી. ધોરાજીના જૂના ઉપલેટા રોડ બિસ્માર બની ગયેલ છે. મોટા મોટા ખાડાઓને લીધે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો, ખેડૂતો, રાહદારીઓ તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારના વાહનો તેમજ ત્યાં આવેલ કારખાનાઓનાં માણસો સહિત વાહનોને મુશ્કેલી પડી રહી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નળીયા કોલોની પાસે મોટો ગટર જેવો ખાડો હોય ત્યાં ઘણા વાહનચાલકોને અકસ્માત થાય છે અથવા વાહનોને નુકશાન થાય છે. આ અંગે ધોરાજીના જુના ઉપલેટા રોડને તાત્કાલીક રીપેરીંગ કરવા લોક માંગ ઉઠી છે