આજે તારીખ ૧૦/૦૯/૨૦૨૨ ના ફતેપુરા નગરમાં આખા દિવસના ઉકળાટ અને બફારા બાદ અચાનક વીજળીના કડાકા અને ભારે હવા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમી થી છુટકારો મેળવી રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદ વરસ્તાની ગણતરીની મીનીટો માં જ લાઈટ ગુલ થઈ ગયી હતી.
અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ફતેપુરા નગરમાં ધોધમાર વરસાદ, બલૈયારોડ વિસ્તાર બેટમાં ફેરવાયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી.

