સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા, નીતિન પટેલ, ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રૂપલાજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ નો મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રી રામનું આચરણ સમાંજ માટે પ્રેરણા અને આદર્શરૂપ છે. પ્રેમ અને ત્યાગની વાત કરતું રામાયણ દુનિયાના ઇતિહાસમાં અનેરુ સ્થાન ધરાવે છે.અને ગુજરાતી હોવાની ગૌરવ તેમજ આગામી પેઢીમાં ગુજરાતીના સંસ્કાર અને ગુજરાતી ભાષા ઉપર ભાર મૂકવાની વાત પણ કરી હતી આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રામચરિત માનસ કથાના આયોજન બદલ મોટકા પરિવારને અભિનંદન પાઠવતાં તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસંગે મોટકા પરિવાર દ્વારા જે સૌને સાથે રાખીને સમાજમાં એકતાને ભાવના વધે એવો પ્રયાસ કરવો તેમ જ એકતા માં રહેલી તાકાતની શીખ આવનારી પેઢીને મળે તેવું આયોજન કરવામાં આવ્યું તે વિશેષ આનંદની વાત છે. તેમજ કુટુંબમાં એકતા પૂર્વક ભેગા થવું અને આવા પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક આયોજનો કરવાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌ નો સાથ અને સૌના વિકાસ માટે જરૂરી એવો સૌ નો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. વર્તમાન સમયમાં સમાજમાં એકતા વધે એવા પ્રયાસો અનેક કુટુંબોએ ભેગા થઈ કરવા જોઈએ એવું પણ જણાવ્યું હતું અને ખાસ કરીને બોટકા પરિવાર દ્વારા માનપુર ગામે રામકથા ની સાથોસાથ પ્રાકૃતિક ખેતી અંગે પણ જાગૃતિ ફેલાય એવા હેતુથી રાજ્યપાલ ની અધ્યક્ષતામાં કરેલા કાર્યક્રમને પણ બિરદાવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કથાની આરતીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીની સાથે પૂર્વ નાણાં મંત્રી નીતિન ભાઈ પટેલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા પી.કે પરમાર, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો પણ જોડાયા હતાં.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं