ટ્વિનિગ&પાર્ટનરશીપ અંતર્ગત કરમદી-ચિંગરિયા પ્રા. શાળાના ધોરણ 6થી8 ના બાળકો અને શિક્ષકો એ દરસાલી પ્રા. શાળા ની મુલાકાત લીધી જેમનું શાળા પરિવાર દ્વારા હુંફાળું સ્વાગત કરવામાં આવ્યું હતું..બન્ને શાળાના બાળકો એકબીજા પાસેથી નવીનતમ બાળકો સહજતાથી શીખે એવા ઉમદા હેતુથી યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ,શૈક્ષણિક બાબતો,પર્યાવરણ, સ્વચ્છતા અને સદભાવના વગેરેનું આદાનપ્રદાન થયું હતું..આ તકે શાળાના બધાજ બાળદેવો ને ભરપેટ દાબેલી નું ભોજન કરાવવામાં આવ્યું હતું....બાળકોએ આનંદ પૂર્વક દિવસ પસાર કર્યો હતો....