40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે.
40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેની છાવણીમાંથી પણ એટલી જ સંખ્યામાં ધારાસભ્યોએ શપથ લીધા છે. પહેલા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા અને પછી બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા. આ પછી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ત્યારબાદ વિજય કુમાર ગાવિતે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે.
ભગતસિંહ કોશ્યારીએ ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સુરેશ ખાડે, સંદીપન ભુમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, રવિન્દ્ર ચવ્હાણ, અબ્દુલ સત્તાર સહિત કુલ 18 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે. આ સિવાય દીપક કેસરકર અને અતુલ સેવે, શંભુરાજ દેશી અને મંગલપ્રભાત, જેઓ એકનાથ શિંદે જૂથના પ્રવક્તા હતા, તેમણે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે ક્યા નેતાને કયો વિભાગ આપવામાં આવશે, પરંતુ એવી ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે.
આ સિવાય ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો પણ ભાજપના ખાતામાં જઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોની પણ બેઠક યોજાઈ હતી.