રાજપીપળા ના ચુનારવાડ વિસ્તારમાં થિ દેશી દારૂ કબ્જે કરી મહિલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરતી તાલુકા પોલીસ મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે રાજપીપલાના ચુનારવાડ વિસ્તારમાં એક મહિલા ચોરીછૂપીથી દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે રાજપીપળા પોલીસ સ્ટાફના માણસોએ મોજે ચુનારવાડ વિસ્તારમાં રહેતા મહિલા આરોપી ઇન્દિરાબેન ચુનીલાલ ચૌહાણ ના કબજા ભોગવટા ના ઘરમાં પ્રોહિબિશન અંગેની કરતા ઘરમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે નો દેશી દારૂ મળી આવ્યો રાજપીપળા પોલીસે દેશી દારૂ લીટર 5 કિંમત રૂપિયા 100 નો મુદ્દામાલ કબજે કરીને મહિલા આરોપી ઇન્દિરાબેન ચુનીલાલ ચૌહાણ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે