સુખસર બંધના એલાનમાં જોડાયેલા ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર સહિત સાત સાત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. ફતેપુરા તાલુકામા આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સુખસર બંધનું એલાન આપવા નીકળેલા આગેવાનોને સુખસર પોલીસે ડીટેઇન કરી સુખસર પોલીસ સ્ટેશનમાં લાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તથા પાર્ટીના આદેશ અનુસાર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી રઘુભાઈ દીતાભાઇ મછારની આગેવાની હેઠળ પક્ષના કાર્યકર્તાઓ સુખસર બંધનું એલાન આપવા નીકળ્યા હતા.તેવા સમયે સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ. કે.પટેલ તથા સ્ટાફ દ્વારા કોંગ્રેસના સાત જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે બંધના એલાન આપવા બાબતે કોંગ્રેસના આગેવાન રઘુભાઈ મછાર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારીનો અભાવ મોંઘવારી નો પ્રશ્ન તથા જીએસટી જેવા અનેક કારણોસર ભાજપની સરકાર તાનાશાહી ચલાવી રહેલ છે અને ગરીબોનું ખૂન ચૂસીને તાયફાઓ અને ઉત્સવો ઉજવી રહેલ છે. તેના વિરોધમાં આજરોજ બપોરના 12 કલાક સુધી સુખસર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં સુખસર બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
18वीं लोकसभा का पहला सत्र आज से शुरू, नवनिर्वाचित सांसद लेंगे शपथ, पेपर लीक का मुद्दा उठा सकता है विपक्ष
लोकसभा चुनाव के बाद संसद का पहला सत्र आज शुरू होगा, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी समेत...
राष्ट्रीय स्वयं सेवक संघ ने 151 कन्याओं का सामूहिक पूजन किया
कोटा. नवरात्रा के अवसर पर स्थानीय दत्तात्रेय साधना आश्रम में 151 कन्याओं का सामूहिक पूजन किया...