અમદાવાદ
શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.તો પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે શનિવારની રાતે આનંદનગર વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. આનંદનગર વિસ્તારમાં રમાડા હોટલ પાસે આવેલા ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઓફિસ સંચાલકે રવિવારે સાંજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
નવરંગપુરાના વાર્તાલી એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર ભજનલાલ સદાની ઉં,56નાઓ ઈન્ફીનિટી ટાવરના બી વિંગમાં ઓફિસ ધરાવી અનુરિકા મેનેજમેન્ટ કંપની ચલાવે છે.ગત શનિવારે સાંજે ઓફિસ બંધ કરીને સ્ટાફના સભ્યો ગયા હતા. દરમિયાન રવિવારે સવારે બાજુની ઓફિસમાં નોકરી કરતા શનિ પંચાલે ફરિયાદીના સ્ટાફને ફોન કરી બે ઓફિસના લોક તૂટ્યાની જાણ કરી હતી. બનાવને પગલે તપાસ કરતા ફરિયાદીની ઓફિસના બે ડ્રોવરમાંથી તસ્કરો રૂ.9.75 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.