આંકલાવ તાલુકાના આસોદરમાં કોંગ્રેસના બંધના એલાન વચ્ચે આસોદર સજ્જડ બંધ રહ્યું હતું તેમજ આંકલાવ શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં આંકલાવ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આસોદર માર્ગ પર ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો જેમાં ધારાસભ્ય અમિતભાઇ ચાવડાની પોલીસે અટકાત કરી હતી