સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું


સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબર ૨૦૨૨ સોમવાર ના રોજ સવારે ૮થી૧૦ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો  મુખ્ય મહેમાન મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશિષ્ટ તરીકે છત્રીસગઢ થી સુનિલ દત્ત મિશ્રા ફિલ્મ એક્ટર રાઇટરે હાજરી આપી હતી મહેમાન તરીકે હાજરી આપનાર શ્રીમતી આરતી તિવારી સનત માતૃકા વિવેક સાહિત્યિક મંચ દિલ્હી ના અધ્યક્ષ બધાંજ મહાનુભાવોનું પુષ્પવર્ષાથી  પ્રીતિ પરમાર પ્રીત દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું

સંસ્થા પ્રમુખશ્રી  ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા તેઓનો પરિચય આપવા માં આવ્યો

સરસ્વતી વંદના  રંજના બિનાની ગોલઘાટા અસામ દ્વારા કુલ 83  કવિ મિત્રોએ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. વોટશોપ ગ્રુપ 331થી ખીચોખીચ ભરેલ હતું સરદાર પટેલ જીનાજન્મદિવસની અનોખી ઉજવણી કવિ મિત્રોએ રચના ના માધ્યમથી  કરી હતી જન્મ જયંતી નીશુભેચ્છાઓ પાઠવી હતી.  ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું કા

ર્યક્રમના અંતે આભારવિધિ ચિત્રાંગના ચૌધરી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે , ગુજરાત મહારાષ્ટ્ર.  ઉત્તર પ્રદેશ  છત્તીસગઢ. રાજસ્થાન મધ્ય પ્રદેશ.  ઓડિશા.  કર્ણાટક, દિલ્હી વગેરે  રાજયોના કવિ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .રાષ્ટ્ગાન નિમિષા સાયગલ - પ્રિતી પરમાર પ્રીત) દ્વારા રજૂ કરવામાં આવ્યુંહતું સંસ્થા ઉપાધ્યક્ષ નિલેશ રાઠોડ નીલ નો સહયોગ જોવા મળ્યો અંતે ભારત માતા ની જય નાદ સાથે છૂટા પડ્યા