ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.