જુનાગઢના લોહાણા નવયુવાન સમીરભાઈ દત્તાણી

જે વ્યવસાયે શિક્ષક છે, તેણે કોરોના સમય માં માનતા

રાખેલ કે કોરોના મહામારી જલ્દી જાય તો હું જૂનાગઢ

થી પગપાળા મુંબઈ (બોમ્બે) લાલબાગ બાપા ના

દર્શનાર્થે આવીશ,

અને તેમણે 13-08-22 થી યાત્રા ની શરૂઆત કરેલ

અને આવતીકાલે લાલબાગ બાપા ના દર્શન કરશે,

જેમનું સ્વાગત શ્રી ગૌસેવા મિત્ર મંડળ, મુંબઈ તરફથી

કાંદિવલી માં હીરાનંદાણી હેરિટેજ મા ગૌસેવક શ્રી

મનીષભાઈ અને રસિકભાઈ માનસેત્તા દ્વારા કરવામાં

આવેલ,

ગુજરાત મા યાત્રા દરમિયાન ગુજરાત ના પૂર્વ શિક્ષણ

મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા અને વિશ્વ હિન્દુ પરિષદ,

રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ જુનાગઢ સહીત ના અનેક

સંગઠનો દ્વારા સ્વાગત કરવા મા આવેલ,

સમીરભાઈ બાબા મિત્ર મંડળ સાથે સંકળાયેલ છે, આ

મંડળ હોસ્પિટલ મા જઈ જરૂરિયાતમંદ ને મદદ કરે છે,

કોરોનાકાળ મા રોજ 1500 થી 2000 માણસો ને પણ

જમાડતા, અને હોસ્પિટલ મા જઈ દર્દી ઓ ની સેવા

કરતા, 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ