ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ઇન્દિરા નટવરલાલ શાહ શિક્ષણ અનુસ્નાતક ભવનમાં ચાલતા શ્રીમતી બી.સી.જે.કોલેજ ઓફ એજ્યુકેશન-એમ.એડ.કોલેજમાં વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે સાક્ષરતાના બદલાતા સમીકરણો, સ્થાનો, તકો, શકયતા વિષય પર 'ડીઝીટલ પોસ્ટર મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ નંબરે સેમેસ્ટર-૧ના તાલીમાર્થી આશિષ પરમાર અને દ્વિતીય નંબરે- અસ્મિતા મકવાણા, તૃતીય નંબરે સેમેસ્ટર-૩ના તાલીમાર્થી સેજલ સોલંકી, ક્રિશ્ના વાઘેલા વિજેતા બન્યા હતા.કાર્યક્રમનું આયોજન સેક્રેટરી ડૉ. બંકિમચંદ્ર વ્યાસ અને એમ.એડ કોલેજના અધ્યક્ષ ડૉ. દીપ્તિબેન ત્રિવેદી તેમજ સ્પર્ધાના કન્વીનર અજયકુમાર જાદવના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.
રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત