આજથી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે અને હિંદુ ધર્મમાં ભાદરવા મહિનાની પુનમથી લઈને આશો મહિનાની અમાસ સુધીનો સમય એટલે પિતૃપક્ષનો આજે 10મી સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થઇ ગયો છે. 

આ વર્ષે પિતૃ પક્ષ 25 સપ્ટેમ્બર 2022 સુધી એટલેકે 16 દિવસને બદલે 15 દિવસના રહેશે 

આ સમયગાળા દરમિયાન પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, જેથી તેઓની આત્માને શાંતિ અને મોક્ષ મળે છે અને પિતૃઓ ની કૃપા પ્રાપ્ત થાય છે.

હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને યાદ કરી શ્રાદ્ધ નાખવામાં આવે છે. પૂર્વજોનું શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક કરવાથી પૂર્વજોની પરિવાર ઉપર કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. 

આ દિવસોમાં પૂર્વજોની ઉપેક્ષા કરવાથી વ્યક્તિને પિતૃ દોષ લાગે છે જેના કારણે તેને જીવનમાં ડગલેને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હિંદુ માન્યતા મુજબ પિતૃ પક્ષ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ દરમિયાન પિંડદાન, તર્પણ વગેરે પિતૃઓ માટે જ કરવાનો નિયમ છે. 

આ દિવસો દરમિયાન બ્રાહ્મણ પુરુષ કે સ્ત્રીને સન્માન સાથે બોલાવીને ભોજન અને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. 

પિતૃપક્ષ દરમિયાન તામસિક વસ્તુઓ ભૂલીથી પણ ન ખાવી જોઈએ અને પિતૃઓ માટે કંઈ પણ દાન કરતી વખતે કોઈ પ્રકારનું અભિમાન અને પ્રદર્શન ન કરવાથી દૂર જોઈએ.

આ વખતે આજે તા.10મી સપ્ટેમ્બરે પૂનમ અને પડવાનું શ્રાદ્ધ છે ,11મી એ બીજનું શ્રાદ્ધ,12મીએ ત્રીજનું,13મીએ ચોથનું 14મીએ પાંચમનું શ્રાદ્ધ,15મીએ છઠ નું 16મીએ સાતમ,18મીએ આઠમ,19મીએ નોમ,20મીએ દશમ,21મીએ અગિયારસનું,22મીએ બારસ નું 23મીએ તેરસ અને 24મીએ ચૌદશનું શ્રાદ્ધ અને 25મી સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ અમાસનું શ્રાદ્ધ છે.

જે તે સ્વજનના મૃત્યુ તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે,જો તમને પિતૃઓના મૃત્યુની તિથિ યાદ ન હોય તેવા સંજોગોમાં અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે આ દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ યોગ માનવામાં આવે છે.