જિલ્લામાં તા.૧૨ થી તા.૧૬ સપ્ટેમ્બરે યોજાશે 

રમતગમતલક્ષી કાર્યક્રમો

અમરેલી, તા.૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શુક્રવાર) ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા.૧૨ થી તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન રમતગમતલક્ષી કાર્યક્રમો યોજાશે. 

આ કાર્યક્રમના આયોજન અંગે   

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ પાસેથી કાર્યક્રમના આયોજન વિશે વિગતો મેળવી હતી. 

મહત્વનું છે કે, તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે ગજેરા સંકુલ, અમરેલી ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર સી મકવાણા તથા મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત તા.૧૩ થી તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન તાલુકા કક્ષાએ વિવિધ મહાનુભાવની ઉપસ્થિતિમાં જુદી જુદી શાળાઓ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રમતવીરો, વ્યાયામવીરો, વ્યાયામ મંડળો પણ જોડાશે. આ કાર્યક્રમનું સંકલન જિલ્લા રમત ગમત કચેરી અને જિલ્લા શિક્ષણ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવ, અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળા અને સંબંધિત કચેરીઓના અધિકારી - કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી