કોલકાતાના સેન્ચુરી કન્ટેઇનર

ફ્રેઇટ સ્ટેશન (CFS) જે.જે.પી ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા છ સાત મહિનાથી પડેલ છે અને

તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે”, જે બાતમી આધારે ગુજરાત એ.ટી.એસ.ના

પો.ઇન્સ.શ્રી એમ.એસ.ત્રિવેદી, પો.સ.ઇ. શ્રી ડી.વી.રાઠોડ, સુરત ક્રાઇમ બ્રાંચના પો.સ.ઇ. શ્રી પી.

એન. પઢીયાર તથા ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટના અધિકારીઓની એક ટીમ

કોલકાતા ખાતે રવાના થયેલ.

કોલકાતા ખાતે આવી કસ્ટમ્સનો સંપર્ક કરી બાતમી વાળા કન્ટેઇનરને શોધતા સંદિગ્ધ

કન્ટેનર સેન્ચુરી સી.એફ.એસ. (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે લોકેટ કરવામાં આવેલ. જે

કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ ૭૨૨૦ કિ.ગ્રા. હેવી મેટલ સ્ક્રેપ હોવાનું પ્રાથમિક રીતે

જાણવા મળેલ, જેમાં મુખ્ય રીતે મશીનરી સ્ક્રેપ હતો. જેની ઝીંણવટભરી તપાસ કરતા તેમાં રહેલ

૩૬ ગીયર-બોક્ષ પૈકી ૧૨ ગીયર-બોક્ષની અંદર છુપાવેલ કુલ ૭૨ પેકેટો માંથી કુલ ૩૯.૫૬૫

કિલો. શંકાસ્પદ માદક પદાર્થ મળી આવેલ, જેને સ્થળ ઉપર હાજર F.S.L. અધિકારી મારફતે

પરીક્ષણ કરાવતા મળી આવેલ માદક પદાર્થ હાઈ પ્યોરીટીનો હેરોઇન હોવાનું જાણવા મળેલ,

જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં. રૂ. ૧૯૭.૮૨૫ કરોડની થાય છે. આ હેરોઈન નો જથ્થો ગુજરાત

એ.ટી.એસ., સુરત ક્રાઇમ બ્રાંચ તથા ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટની ટીમે શોધી કાઢતા

તેને ડી.આર.આઇ. દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી

ડી.આર.આઇ. દ્વારા હાથ ધરવામાં અવનાર છે. આ જથ્થો યુ.એ.ઇ.ના દુબઇના બીઝનેસ બે ખાતે

એસ.એસ.કે. જનરલ ટ્રેડીંગ એલ.એલ.સી. દ્વારા મોકલવામાં આવેલ હતો.

ગુજરાત એ.ટી.એસ. દ્વારા દેશના જુદા-જુદા રાજ્યોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના

ધંધામાં સંકળાયેલ ગેંગ્સનો પર્દાફાશ.

ગુજરાત એ.ટી.એસ. તથા ગુજરાત એ.ટી.એસ.ની બાતમી આધારે અન્ય એજન્સી સાથે

જોઇન્ટ ઓપરેશનો દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાત તથા દેશના અન્ય રાજ્યો જેવા કે

દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ તથા પશ્ચિમ બંગાળ માં સફળ ઓપરેશનો પાર પાડી તથા સંડોવાયેલ

આરોપીઓને પકડી પાડેલ છે. ગુજરાત એ.ટી.એસ.ના ઓપરેશન્સ દેશના જુદા-જુદા રાજ્યોના

પોર્ટ્સ, લેન્ડ અને ભારતીય જળસીમામાં પાર પાડવામાં આવેલ છે.

મુઝફ્ફરનગર અને દિલ્હીમાં ચાલતી રાજી હૈદર ગેંગ દ્વારા કન્ટેઇનર, દરિયાઇમાર્ગ અને

લેન્ડ બોર્ડરથી હેરોઇન મંગાવવામાં આવતો હતો. ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગેંગનો પર્દાફાશ

કરી ગેંગના મુખ્ય સભ્યોની અટક કરી આ આંતરરાષ્ટ્રીય ગેંગનો ખાતમો કરવામાં આવેલ છે. આ

જ રીતે પંજાબની જેલમાંથી ઓપરેટ કરતી બગ્ગા ખાનની ગેંગને પણ નેસ્તોનાબૂદ કરવામાં

આવેલ છે. આ જ રીતે નવી દિલ્હી- ઉત્તર પ્રદેશ માં સક્રીય મુસ્તફાની ગેંગને પણ નેસ્તોનાબૂદ

કરવામાં આવેલ છે

વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધી ગુજરાત એ.ટી.એસ. તથા ગુજરાત એ.ટી.એસ.ની બાતમી

આધારે અન્ય એજન્સી સાથે જોઇન્ટ ઓપરેશનો કુલ ૧૨૮૮ કિલો જેટલો માદક પદાર્થ

આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ. ૬૪૪૦ કરોડ નો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.