ખંભાતના મોચીવાડ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.ચાર જેટલા સીસીટીવી કેમેરા સાથે ફીટ થાંભલો જમીનમાંથી ઉખડી પડ્યો છે.અને ડીશ ચેનલોના વાયરોના સહારે ઝોલા ખાય છે.સ્થાનિકોએ નગરપાલિકામાં આ અંગે રજુઆત કરી છે જેને એક અઠવાડિયા જેટલો સમય વીત્યા છતાંય કોઈ કાર્યવાહી કરાતી નથી. એક થાંભલો ઉભો કરવામાં તંત્રની બેદરકારી સામે આવી છે.જો કે વાયરોના સહારે ઝોલા ખાઈ રહેલ સીસીટીવી કેમેરાયુક્ત થાંભલો અચાનક ધરાશયી થશે ત્યારે જાહેર માર્ગ પરથી અવર-જવર વાહનચાલકો-નાગરિકો માટે હોનારત સર્જી શકે છે.સત્વરે કાર્યવાહી કરી સદર પ્રશ્નનો નિકાલ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.