પીપાવાવ પોર્ટ દ્વારા રાજુલા જાફરાબાદ તાલુકાને ૧૫ ઓક્સિજન મશીન અપાયા
અમરેલી જીલ્લાના રાજુલા ખાતે કાર્યરત એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ એલટીડી દ્વારા સીએસઆર ફંડના ઉપયોગ થકી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ રહી છે જે અંતર્ગત ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દીઓના મૃત્યુ ન થાય તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સરળતાથી તેનો લાભ લઈ શકે તેવી પ્રાથમિકતા સાથે કેપ્ટન પી.કે.મિશ્રા સીઓઓ અને ડૉ.શૈલેન્દ્ર ગુપ્તા સાહેબના હસ્તે રાજુલા-જાફરાબાદ આરોગ્ય વિભાગને ટોટલ ૧૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની ફાળવણી કરવામા આવી.
આ ઓક્સિજન પોર્ટેબલ મશીન છે જે પ્રેસર સ્વિગ એબ્ઝોપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરી વાતાવરણમાંથી હવાને ખેંચી નાઈટ્રોજન અલગ કરી શુદ્ધ ઑક્સિજન સપ્લાય કરે છે જેનો સરળતાથી શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી ઉપયોગ કરી શકાય છે અને દર્દીને વિના વિલંબે ઓક્સિજન આપી તેમની જિંદગી બચાવી શકાય છે.
આ ઓક્સિજન મશીન અધિક્ષકશ્રી જાફરાબાદ ડૉ.એચ.એમ.જેઠવા,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.એન.વી.કલસરીયા અને ડૉ.જે.એચ.ગોસ્વામી દ્વારા સ્વીકારી રાજુલા જાફરાબાદ તાલુકાના લોકોને જ્યારે પણ કોઈ આફત આવી છે ત્યારે એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ તરફથી સતત સહયોગ મળી રહ્યો હોવાનું અને આવનારા સમયમાં દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી સરળતાથી ઓક્સિજન મળવાથી ભવિષ્યમાં આવનારી કપરી પરિસ્થિતિને ટાળી લોકોના જીવન બચાવી શકાશે તેવું ડૉ.એન.વી.કલસરીયાની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા...