ભણતર નો ભાર હળવો કરવા જીવના જોખમે રોડ પસાર કરવા મજબૂર માસૂમ વિદ્યાર્થીઓની વેદના સરકાર ક્યારે સાંભળશે ? આ દ્રશ્યો જોઈને દરેકના મનમા આ સવાલ ઉઠે 

વાસદ થી બગોદરા સીક્સ-લેન હાઈવે  થોડા સમય પહેલા જ બન્યો છે જે તારાપુરથી પસાર થાય છે અને વાસદ બાજુથી તારાપુર મા પ્રવેશ કરતા બ્રીઝના છેડે જીવન અને મોત વચ્ચેનો ખેલ દરરોજ ખેલાય છે તારાપુર અને આ હાઈવે ની સામેની બાજુ મા આવેલ મરીયમ પાર્ક ,રહેમત પાર્ક,ફાતિમા સોસાયટી સહિતનો વિસ્તાર છે જેમા અનેક બાળકો પોતાના ભણતર માટે રોડના પેલે પાર આવેલ હનીફા સ્કુલ તથા સાર્વજનિક હાઈસ્કુલમા જાય છે જેમા સ્કુલ જવાના સમયે હાઈવે પર બંન્ને બાજુએ સડસડાટ દોડતા વાહનો વચ્ચે જીવના જોખમે રોડ પસાર કરતા હોય છે આ વિસ્તારથી બ્રીજનુ નાળુ ઘણું દૂર હોવાથી એક કિ.મી ફરવાનુ ટાળી જીવના જોખમે અહીં રસ્તો પસાર કરતા કેટલાય લોકો નજરે ચઢે છે આ બ્રીજની લંબાઈ વધારી બીજુ નાળુ સોસાયટીની સામે જ આપવામા આવે તેવી અનેક રજૂઆતો થવા છતા હાલ પરિસ્થીતી એની એજ જોવા મળી રહી છે જો નાળુ ન બનાવવામા આવે તો કોઈક દિવસ ગંભીર અકસ્માત થવાથી ગમે ત્યારે કોઈ નો પણ જીવ જઈ શકે છે રોડની કામગીરી મની શરૂઆત થઈ તયારે કેટલાક અગ્રણીયો ગાંધીનગર જઈને સરકારને રજૂઆત કરેલ અને સરકારે બાંહેધરી પણ આપેલ પરંતુ સમય જતા સરકારે કરેલા વાયદા પણ ફોગ સાબિત થયા અને આજે વિદ્યાર્થીઓ જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે