ખંભાત તાલુકાના ઉંદેલ તાબેના નવાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી હતી.શ્રેષ્ઠ વર્ગખંડમાં શિક્ષણ, લોકડાઉન સમયે ખેતરોના ઝાડ નીચે બેસીને ૧૦૦૦ કલાક શેરી શિક્ષણ, સ્વતંત્ર્ય સાહિત્ય સર્જન, પાઠ્યપુસ્તકમાં લેખન-સંપાદન, બાળકો શૈક્ષણિક સામગ્રી-વસ્તુઓ સ્વખર્ચે પૂરી પાઠવી, પિતાની છત્રછાયા ગુમાવનાર ૧૪ બળકોને દત્તક બાળ યોજના સહિતની વગેરે શિક્ષણલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી.ખંભાત તાલુકાની નવાપુરા પ્રા.શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજયના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.