જરૂરીયાતમંદ લોકોને વ્હારે આવતા જ્યોત ફાઉન્ડેશનના અજયરાજસિંહ ઝાલાની અનેરી સિદ્ધિ  

યંગસ્ટર્સ માટે પ્રેરણા રૂપ અજયરાજસિંહ ઝાલાની કોરોનાકાળમાં પણ પ્રશંશનીય કામગીરી:અનેક સિનીયર સીટીઝનને આર્થિક મદદ કરી મનાવતાના અનેક ઉદાહરણ પુરા પાડ્યા 

રાજકોટ તા 

રાજકોટમાં રહેતા અને જ્યોત ફાઉન્ડેશનના સંચાલક કાનપુર-સાયલા સ્ટેટના અજયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલાની સિનીયર સીટીઝન અને જરૂરીયાતમંદ લોકોને આર્થિક મદદ કરી મનાવતાના અનેક ઉદાહરણ પુરા પાડ્યા છે.ક્ષત્રીય સમાજ જ નહી પરતું અન્ય સમાજને ગૌરવ થાય તેવા કાર્યથી તેમણે નાની ઉમરમાં ખુબ લોક ચાહના મેળવી છે.છેલ્લા બે વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા અજયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલાએ અનેક ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારની વ્હારે જઈ મદદ કરી છે.રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં મોટી ઉમરના સિનીયર સીટીઝન જે મજુરી કે ફેરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે તેવા લોકો પાસે અજયરાજસિંહ ઝાલા રૂબરૂ જઈ તેમની બને તેટલી આર્થિક મદદ કરે છે. અજયરાજસિંહ ઝાલા જણાવે છે કે, જે ઉમરે સિનીયર સિટીઝન્સને આરામ કરવાની હોય તે ઉમરમાં આવા જરૂરીયાતમંદ લોકો દિવસ રાત ૧૨ થી ૧૪ કલાક કામ કરે છે અને જિંદગી સામે ઝઝૂમે છે ત્યારે આવા લોકોને પોતે બને તેટલી આર્થિક મદદ કરે છે.રાજકોટના અલગ અગલ વિસ્તારમાં ફેરી કરી ગુજરાન ચલાવતા આવા મોટી ઉમરના લોકો કે જેઓ છાપા,ધાર્મિક પુસ્તકો,પક્ષીનું ચણ,ફ્રુટસ,શાકભાજી જેવી વસ્તુનું વેચાણ કરતા અને રેકડી ચલાવતા આવા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો રૂબરૂ મળી તેનમી પાસેથી વસ્તુ ખરીદી કરી તે વસ્તુની બમણી કિમંત આપી તે આવા લોકોની આર્થિક મદદ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.દરરોજનું કમાઈને ઘરનું ગુજરાન ચલાવતા આવા લોકોની વ્હારે જઈ અજયરાજસિંહ ઝાલા તેમને આર્થિક મદદ કરે છે.

કોરોનાના કપરા સમયમાં પણ અજયરાજસિંહ ઝાલાએ લોકડાઉન સમયે વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સતત બે મહિના સુધી પરપ્રાંતીય મજુરો અને તેમના પરિવારને બન્ને ટાઇમ ભોજન કરાવ્યું અને માનવતાનું ઉમત ઉદાહરણ પૂરું પાડ્યું .તેમજ લોકડાઉનના સમયમાં અજયરાજસિંહ ઝાલા અને જ્યોત ફાઉન્ડેશનના તમેના ગ્રુપ દ્વારા રાજકોટના જરૂરીયાતમંદ પાંચ હજાર પરિવારોને ઘરે જઈ એક મહિનાની રાશન કીટ આપી હતી.લોકડાઉન-2 માં પણ કોરોનાગ્રસ્ત પરિવાર જે હોમ ક્વોરોનટાઈન થયો હોય તેમને ઘરે જઈ ટીફીનની સેવા કરી હતી.તેમજ સમરસ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓને દરરોજ એક મહિના સુધી મોસંબીનું જ્યુસનું વિતરણ કર્યું હતું.

કાનપુર-સાયલા સ્ટેટના અજયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલા અને જ્યોત ફાઉન્ડેશન ગુપ દ્વારા અનેક સેવાકીય કર્યો કરવામાં આવે છે.જેમાં ગરીબ પરિવારની દીકરીઓને કરિયાવર ઉપરાંત જરૂરીયાતમંદ વિધાર્થીઓને અભ્યાસમાં આર્થિક સહાય તેમજ ગરીબ દર્દીઓ માટે મેડીકલ સહાયની પણ સેવા કરવામાં આવે છે.આજના આધુનિક સમયમાં જયારે યંગસ્ટર્સ ફેસબુક,ઇનસ્ટાગ્રામ,યુ-ટુબની દુનિયામાં ખોવાયેલા જોવા મળે છે.અને આજના યંગસ્ટર્સ પોતાની જાહોજલાલીમાં મોટી રકમ ખર્ચ કરે છે.ત્યારે અજયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલા આવા યંગસ્ટર્સમાટે એક પ્રેરણારૂપ યુથ આઇકોન બની રહ્યા છે. જે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરી માનવતાનો સાચો ધર્મ બજાવે છે.

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮