અમદાવાદ
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શેલામાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો સોદો નક્કી કરાવીને બાનાખાતમાં ૫૧ લાખ રૂપિયા લીધા બાદ બે જમીન દલાલોએ જમીનના માલિકો સાથે મળીને જમીન ઉંચી કિંમતે અન્ય લોકોને વેચીને છેતરપિડી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં તપાસ દરમિયાન જમીન કૌભાંડને લગતા અનેક મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બોપલ આંબલી રોડ પર આવેલા સાનિધ્ય બંગલો ખાતે રહેતા શૈલેષભાઇ મિસ્ત્રી ક્ન્ટ્ક્શનનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૧૮માં તેમને શેલા અને આસપાસના વિસ્તારમાં જમીન ખરીદવાની હોવાથી તેમના એક પરિચીતની મદદથી પ્રદીપભાઇ દેસાઇ (રહે. રજોડા ગામ, બાવળા) અને મનુભાઇ દેસાઇ (રહે. શેલા)ને મળ્યા હતા. બંને જણાએ શૈલેષભાઇને શેલામાં આવેલી સર્વે નંબર ૨૨ની જમીન બતાવી હતી. જે તેમને પસંદ આવતા આ જમીન પરના ત્રણ અલગ અલગ બ્લોકના માલિકો સાથે વાત કરીને જમીનની ડીલ ફાઇનલ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ધીરેન રાવલ, સ્વૈર સુનિલ મહેતા (બંસત બહાર બંગ્લોઝ, બોપલ) અને વીણા રાકેશ ગુપ્તા (રહે. બોપલ) સાથે રૂપિયા ૩૯.૩૫ કરોડમાં સોદો નક્કી કર્યો હતો. જે અંગે ઓક્ટોબર ૨૦૧૮માં જમીન વેચાણ અંગેનો સમજૂતી કરાર કરીને રૂપિયા ૫૧ લાખ રૂપિયા શૈલેષભાઇએ આપ્યા હતા. જો કે બાદમાં મનુભાઇ અને પ્રદીપભાઇએ શૈલૈષભાઇની જાણ બહાર જમીનના માલિકોને સાથે રાખીને જમીન નિર્મમ મેહુલભાઇ અને દુષ્યંત કિશોરભાઇને કુલ ત્રણ કરોડના જમીન દસ્તાવેજના આધારે વેચાણે આપી દીધી હતી. જે અંગે જાણ થતા શૈલેષભાઇએ એસઆઇટીમાં અરજી કરી હતી. જેની તપાસ બાદ બોપલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.