સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઘર કંકાસ અને સામાન્ય બાબતે લોકો આત્મહત્યા કરી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બન્યો છે કેનાલમાં પડી અથવા ઝેરી દવા પી લઈ અને લોકો આત્મહત્યા કરી લેતા હોવાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો ત્યારે વધુ એક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ગુંદા ગામે મહિલાએ આત્મહત્યાનો રસ્તો અપનાવી લીધો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામે પરણીત મહિલા નયનાબેન રાજુભાઇ અઝાડીયા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે પોતાના ઘરે ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી નાખવામાં આવતા ચકચાર મગી જવા પામ્યો છે. ત્યારે દસ વર્ષ પહેલા તેમના લગ્ન રાજુભાઈ સાથે થયા હતા અને તેમના બે દીકરા પણ છે ત્યારે ઘર કંકાસના પગલે હાડોહાડ લાગી આવતા નયનાબેન દ્વારા ઘરમાં ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી લેવામાં આવી છે.જેને લઈને નાના એવા ગામ માં શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.જ્યારે ઝેરી દવા પીધા બાદ નયના બેન ને સારવાર માટે રાજકોટની ખાનગી ગોકુળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બે દિવસની સારવાર બાદ આજે વહેલી સવારે નયનાબેન નું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજવા પામ્યું છે. જ્યારે આ મામલે રાજકોટ ખાતે ળહભ કરવામાં આવી છે અને આગળની તપાસ કામગીરી પણ કરવામાં આવી છે ત્યારે ઘર કંકાસ ના કારણે આત્મહત્યા કરી લીધી હોય તેઓ ઘટસ્પોર્ટ થવા પામ્યો છે.ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ કામગીરી હાથ ધરવા માં આવી છે.