તારાપુર સરકારી હોસ્પિટલમા દર્દી પાસે ઓપરેશનના 13 હજાર રૂપિયા માંગતા હોબાળો થવા પામ્યો છે
તારાપુર સરકારી હોસ્પિટલ કોઈના કોઈ બહાને ચર્ચામા આવતી રહી છે થોડાવર્ષ પહેલા અહીંના ઓર્થોપેડિક ખાતામાં ફરજ પરના ઓર્થો, ડૉ રાઠીએ દર્દી પાસે ઓપરેશનના પૈસા માંગવામા આવતા હોબાળો થયો હતો અને આજે એ જ પરિસ્થિતીનુ નિર્માણ ફરીથી થયુ છે
ગત સાત સપ્ટે ના રોજ પગ ભાંગેલ એક ઈસમ હોસ્પિટલમા દાખલ થયેલ જેમાં ડોકટર રાઠી દ્વારા દર્દીનુ ઓપરેશન કરવાની ખાત્રી આપેલ બે દિવસ પથારી પર સુવડાવી રાખ્યા બાદ પણ આજે એ દર્દીનુ ઓપરેશન ન થતાં દર્દીએ પુછતાછ કરી હતી જેમા ડૉ રાઠી દ્વારા દર્દીને 13 હજાર ભરી દેવા માંગ કરેલ જેની સામે દરદીએ આયુષ્માન કારડ બતાવી તમામ સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા કરવા માટે તૈયારીઓ કરી દીધી પરંતુ ઓપરેશન માટે ફરીથી ડૉ રાઠીને પુંછતા તેઓએ જણાવેલ કે તમારૂ ઓપરેશન હમણાં નહીં થાય બે દિવસ લાગશે ત્યારબાદ દર્દીએ મદદ માટે અહીંના સામાજીક કાર્યકર ભાનુબેન તથા ડૉ માયકલ માર્ટીનનો સંપર્ક કરેલ અને આ બંન્ને સામાજીક કાર્યકરો જ્યારે સ્થળ પર જઈ ડૉ .રાઠીને આ મામલે પુંછતા ડૉ રાઠી ગીન્નાયા હતા અને આ બંન્ને સામાજીક કાર્યકરો સાથે અમાનવીય વર્તન કરી ધક્કા મુક્કી કરી કેબીન ની બહાર કાઢી મુક્યા હતા અને હોબાળો થયો હતો
આ મામલે અમોએ સામાજીક કાર્યકર અને દર્દીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે હાલ તારાપુર સરકારી હોસ્પિટલમા દર્દીઓને લુંટવામા આવી રહયા છે સરકારની તમામ યોજનાઓ હોવા છતાં દર્દીઓને લાભ આપવાના બદલે અહીંના ઓરથોપેડીક ખાતામાં રહેલ ડૉ રાઠી મજબૂર દર્દીઓ પાસેથી પૈસા પડાવવાનુ કામ કરે છે અને આ કેસમા પણ દર્દીએ જ્યારે આયુષ્માન કાર્ડ થી સારવાર કરવાનુ કહ્યુ એટલે ડૉ રાઠીની મુખે આવેલ મલાઈ જતી રહી અને આ દર્દીને બે દિવસથી સુવડાવી રાખી અને એના ઓપરેશનમા વિલંબ કર્યો છે જોકે હાલ જે દરદીઓએ પૈસા ભરી દીધા તેઓના ઓપરેશન ચાલુ છે પરંતુ સરકારી લાભ લઈ રહેલા દર્દીઓ સાથે અવાર નવાર આવુ જ વર્તન કરવામા આવે છે તેવુ સામાજીક કાર્યકર અને દર્દીનુ કહેવુ છે જો કે આ મામલે બંન્ને સામાજીક કાર્યકરોએ અગાઉ પણ આ ડૉકટરો વિરૂધ્ધ ઉચચ કક્ષાએ રજૂઆત કરી છે અને આજના આ બનાવ મા પણ તારાપુર પોલીસને તથા આણંદ આરોગ્ય વિભાગ,જીલ્લા વિકાસ અધિકારી ને લેખિતમા ફરિયાદ કરી છે